રાધા થી દૂર થઇ કૃષ્ણ એ બાંસૂરી વગાડવાનુ છોડી દીધુ...
સરિતાનુ પાણી ખારું ના થઇ જાય માટે સાગરે એમાં વહેવાનુ છોડી દીધુ..
સૂરજના તેજ કિરણોથી સંધ્યા બળી ના જાય માટે સૂરજે જોવાનુ છોડી દીધુ..
ધરા પર રહેતા માનવો દબાઇ ના જાય માટે ગગને ધરાને મળવાનુ છોડી દીધુ...
મારા શબ્દો ક્યાક તને આકરા ના લાગી જાય માટે મે પણ લખવાનુ છોડી દીધુ.....😃
-હેતલ ગોર "હેત..✍️"
-Hetal Gor