Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારામ સાહેબ ની વાણી
✍ 🧎🏻🧎🏻🧎🏻🧎🏻✍
નીશ્ર્યે નક્કી માનજો રે કહ્યાં છે સૌને ઢોલ વગાડી
નીશ્ર્યે નક્કી માનજો રે, ટેક

એવું સદાય સ્મરણ સુખ લેવું દીલ ખોજી ને દાડી,
રાત દિવસનો કાળ કુહાડો દેશે પલમાં પાડી,નીશ્ર્યે નક્કી,

એ જી બહુ રંગનો બન્યો બગીચો ભાતભાતની ઝાડી સગું સંબંધી સૌ મળીને જોશે તારી નાડી,
નીશ્ર્યે નક્કી,

એ જી કાંધે ઘાવ કરશે કઠીયારો એવી દેશે ધાક ઉઘાડી આવ્યું મરણ નહીં મેલે મર પોકારો માડી રે,
નીશ્ર્યે નક્કી,

એવા નોકર ચાકર નોબત ડંકા ગમતી ઘોડાગાડી મોત મરદમા છબી ગરદમા મન કરોડ ફોજ રહે આડી,નીશ્ર્યે નક્કી,

એ જી ખુટો પકડી ને ખબર રાખજો રેણીની વાડ કરજો આડી,
દાસ સવાને ગુરુ ફુલગરજી મળ્યા જન્મ મરણ ભે કાઢી,
નીશ્ર્યે નક્કી માનજો રે,
🙏સંતના ચરણોમાં વંદન 🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111668066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now