Gujarati Quote in Blog by Mahesh Vegad

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" સ્મશાન કે સંસાર "
મફતનો રોટલો , નવરાશનો ઓટલો , અને રોગનો ખાટલો એ ત્રણેય સગા ઓ છે. આ ત્રણેયની એક બહેન નું નામ "ગરીબી" છે આ ચારેયની સગી માં નું નામ "આળસ" છે.
તમે ગમે તેટલા સારા કામ કરો ગમે તેટલાં સારા બનો કે ગમે તેટલાં ઈમાનદાર બનો પરંતુ આ દુનિયા તો તમારી ફક્ત એક જ ભૂલની રાહ જોતી હોય છે.
કળિયુગ છે જુઠ્ઠા નો સ્વીકાર થાય અને સાચાંનો "શિકાર" થાય.
વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો કેમકે "સાકર અને મીઠાં" નો રંગ એક જ હોય છે.
કોઈ પણ માણસ જન્મથી ખરાબ નથી હોતો પણ સમય અને સંજોગો માણસ ને ખરાબ બનાવી દે છે.
"કર્મ" જ એક એવી હોટલ છે જ્યાં આપણા ઓર્ડર નથી આપવો પડતો , આપણ ને એજ પીરસવામાં આવે છે જે આપણે જીવનમાં રાંધ્યું હોય છે.
એ જરૂરી નથી કે દરરોજ મંદિરે જવાથી માણસ ધાર્મિક બની જાય , પણ કર્મ જ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય મંદિર ત્યાં જ બની જાય.
"સ્મશાન" કરતાં "સંસાર" વધુ ખતરનાક છે , કેમકે "સ્મશાન" મરેલાને જ બાળે છે જ્યારે "સંસાર" તો જીવતા ને બાળે છે.

Gujarati Blog by Mahesh Vegad : 111667768
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now