દિકરી વહાલનો દરિયો છે,
તો દિકરો?;
દિકરી બે કુળની તારણહાર જ છે,
તો દિકરો?;
દિકરી મમતાનું પ્રતિક છે,
તો દિકરો?;
દિકરી પ્રેમ,સમર્પણ,ત્યાગ,સ્નેહની લાગણીથી ભરપૂર છે,
તો દિકરો?;
દિકરી બાપને વ્હાલી જ હોય છે,
તો દિકરો?;
દિકરી લક્ષ્મીની સાથે માઁ ભવાનીનું રૂપ છે,
તો દિકરો?;
સાહેબ,ખરેખર કોઈ મોટું કે કોઈ નાનું હોવું જ ન જોઈએ,
દિકરો હોય કે દિકરી બંને એકસમાન જ હોવા જોઈએ,
જરૂર છે સમાજની ખોટી માનસિકતા બદલવાની!
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda