વીર સાવરકરની પુણ્યતિથિ નિમિત્તે
ફિશર નામના અમેરિકન પત્રકારે વીર સાવરકરનો ઇન્ટરવ્યુ લીધો જેમાં પૂછ્યો "તમે કેમ પાકિસ્તાનને સ્વીકાર નથી કરતા?"
આ પત્રકારનો બોલવાનો ટોન ઘણો આવેગશીલ અને અપ્રિય હતો.
સાવરકરે શાંતિથી સામે પૂછ્યું "તમે શા માટે નીગ્રો લોકોને અમેરિકાનો ભાગ કરીને નીગ્રોસ્તાન નથી બનાવી આપતા?"
પત્રકારે ગુસ્સાથી જવાબ આપ્યો "અમેરિકાના ટુકડા કરવા એ દેશદ્રોહી કામ કહેવાય"
સાવરકરે સામે જવાબ આપ્યો , "બિલકુલ એવીજ રીતે પાકિસ્તાનને માન્યતા આપવી એ પણ એક દેશદ્રોહી અને અસમ્વીધાનીક છે જેવી રીતે અમરિકામાંથી નીગ્રોસ્તાન બનાવવું"
પત્રકારને વિવાદમાં પોતાની હાર બર્દાશ્ત ના કરી શક્યા અને તેમણે સામે કહ્યું, "તમારે મુસ્લિમોને પાકિસ્તાનની માંગ ઠુકરાવતા પહેલા એ ના ભૂલવું જોઈએ કે તેઓએ પાણીપતમાં અંગ્રેજો સામે લડ્યા હતા"
ઈતિહાસના જાણકાર એવા સાવરકરે તરત સામે જવાબ આપતા કહ્યું કે , "ડનક્રિક અને ક્રીટ ની લડાઈમાં પણ નીગ્રોએ સાથ આપ્યો હતો તો શું તમે તેઓની નીગ્રોસ્તાન ની માંગને ફગાવી દેશો?"
Book : Savarkar And His Times, Dhananjay Keer