મને શબ્દ સાથે રમત રમતા આવડતું નથી
ને સીધેસીધું લખતા પણ આવડતું નથી.
આ અળવીતરા શબ્દો
સતત મારી લાગણીઓ સાથે ચેડા કરે છે
એમાં હું શું કરું?
જોને તું સામે આવે ત્યારે આપોઆપ
આપમેળે ગોઠવાઈ જાય છે
આને હું શું કહું ? તારા પ્રત્યેનો
"શબ્દ પ્રેમ" કે "પ્રેમના શબ્દો"
- Lalit Gohel