સવારામ બાપુ ની વાણી
✍🏽તાલ : ચલતી✍🏽
એ જી અંધા અલખ સમરજો રે મીથ્યા ખાર કરશો માં ખાલી,
મુર્ખા અલખ સમરજો રે ટેક,
જુઠ કપટનુ જોર વધ્યું છે આ દુનિયા લઇ હાલી,
ઉંધે મસ્તકે લેશે ઉપાડી જમડા ટાંગે ઝાલી રે અંધા અલખ,
આ જીંદગી તે એળે ગુમાવી ઘરઘર ઝગડા ઘાલી રે,
ચોરે બેસીને બન્યો ચોવટીયો વીષય વાસના છે વાલી,અંધા અલખ,
એવા લેખા માંગશે ધર્મરાજા ત્યાં ઉતર નહીં શકો આલી રે,
રણ ચડશે માથે ચોરાસી કેરુ ભરવું પડશે પવાલા ને પાલી રે અંધા અલખ,
તન ધન દેખી શું ભરમાણો દેશે કુંડમાં ડાલી રે,
સદગુરૂ ચરણે દાસ સવો કહે જાસે ઠાઠડી ઠાલી રે અંધા અલખ સમરજો,
🙏સદગુરુ ચરણમાં વંદન🙏