*બાજી કેમ આવે હાથ*
✍🏻 *સંત વેલનાથ*
🐚🐚🐚🐚🐚🐚🐚
બાજી કેમ આવે હાથ,બાજી કેમ આવે હાથ રે જી
લાગી રે લડાયું કાયા શહેરમાં જી રે
સમજે વાતું સમજાય,વેદે વાતું વંચાય રે
મૂરખ નર ને કયા જઈને કેવું રે...
હે વીરા ! સાચી વસ્તુ હે તારા શહેરમાં રે જી
દુનોયા અંધી ન થાવ ! દુનિયા ભૂલી મ જાવ રે !
કરો દિપક ને ઘર ધુંઢીએ રે જી...
હે વીરા ! તરકસ તિરડા, ભાથે ભરીયા રે જી
થોથા કાયકુ ઉડાડ ! થોથા કાયકુ ઉડાડ રે !
મરઘો ચરે છે તારા વનમાં રે જી....
હે વીરા ! તખત તરવેણી ના તીરમાં રે જી
ધમણું ધમે છે લુહાર,ધમણું ધમે છે લુહાર રે !
નૂર ઝરે ધણીના,શુરા પીવે રે જી...
હે વીરા ! સાતમે સન મારો શ્યામ વસે જી
કસ્તુરી છે ઘરમાય, કસ્તુરી છે ઘરમાય રે
અકળ અવિનાશીના રાજ છે રે જી...
હે વીરા ! વાઘનાથ ચરણે વેલો બોલિયાં રે જી
ગુરુ મુક્તિનો આધાર,ગુરુ મુક્તિનો આધાર રે !
અધમ ઓધારણ ગુરુ ને ધારવા રે જી...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻