*મન મતવાલો પ્યાલો પાયો*
✍🏻 *લખમામાળી*
🌸🌸🌸🌸🌸🌸🌸
મન મતવાલો પ્યાલો પાયો,પ્યાલો પ્રેમરસમેં પીયો
જન્મ મરણ કી ગમ નહિ,સતગુરુ શબ્દે લિયો...
ધરા ગાંજે અંબર ભીંજે,વર્ષે અમૃતધારા
અટલ કુંવારી ( સુરતા ) પ્યાલા ભર દેવે,પીવે નર શશિયારા...
બંકનાળ ધમણ ને ધમે,બ્રહ્મ અગ્નિ પલ જાગી
ઈંડા પિંગલા સુખમના,ત્રિકુટી તાલી લાગી...
શૂન્ય શીખરમે બેઠકર,પ્યાલા ગુરુગમ લેણા
સૂરજ ચંદા દોનો સાખીયા,સાધુ સન્મુખ રહેના...
બિન દિપક જ્યોતિ જલે, ધૃત ( ઘી ) બિન જાગી જોત
લખમો બોલિયો આગમ વિરલા,જીવંત પાવે મોક્ષ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻