જેરામ બાપુ ની વાણી
✍🏽રાગ :કરમન ભજન નો વેપાર✍🏽
જે જગમાં રમે છે જુગાર
એતો બની ગયા ખુવાર ભાઇ જે જગમાં રમે છે જુગાર, ટેક,
નળ સરીખો રાજીયો ને અશ્ર્વ વીદ્યા જાણનાર રે
સુખ સંપત ને સાયબી ખોયા ખોયા ઘરને બાર,
ભાઇ જે જગમાં,
પાંચ પાંડવો સમજું હતા પણ કર્યો નહીં વિચાર
રાજપાટ ને વૈભવ હાર્યા ને
હાર્યા દ્રૌપદીનાર,ભાઇ જે જગમાં,
વિશ્વામિત્ર ને વશિષ્ઠ જેવાં સમજ્યા નહીં શરતનો સાર,
હરિશ્ચંદ્ર ને હોડમાં મૂકી બની ગયા લાચાર,ભાઇ જે જગમાં,
આ જગતમાં જુગાર રમે તેની કોઈ ન રાખે દરકાર
માલ મિલકત ને લક્ષ્મી હારે તોય કહેવરાવે હોશિયાર,ભાઇ જે જગમાં,
ધન દોલત ને આબરૂ ખોવે ને ખોવે પછી વેવાર,
દાસ જેરામ કહે તોય નવ સમજે મુર્ખના સરકાર,
ભાઇ જે જગમાં રમે છે જુગાર,
🙏સંતના ચરણોમાં વંદન 🙏