માતૃત્વ!
સ્ત્રી જીવે છે ઘણી વખત માતૃત્વ ને,
જીવે છે તેને જ્યારે બને છે માં પ્રથમ વાર,
પછી નાની કે દાદી બની ને જીવતી હોય છે માતૃત્વ ને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે,
અને વૃદ્ધાવસ્થામાં જ્યારે ડોસાની લથડે તબિયત,
પણ હોય ડોશી ખખડધજ,
ત્યારે તેની એક માંની જેમ માવજત કરે,
અને જો હોય પરિસ્થિતિ વિપરીત,
લથડે તબિયત ડોશીની,
અને હોય ડોસો ખખડધજ,
અને જ્યારે કરે તે માવજત,
ત્યારે પુરુષ ને એ સમયે માતૃત્વનો અહેસાસ થતો હશે!
-Maitri Barbhaiya