શબ્દ અસ્તિત્વ , માંહી જો પછી,
મોન ભાષી હોય ,ત્યાંહી જો પછી.
લખાતી હોય છે ,જીવંત જો કહાની
હયાતી હોય છે, સ્યાહી જો પછી.
ઉલટફેર તપાસ , ચાલી રહી અહીં,
સત્ય થી વેગળા , સિપાહી જો પછી.
પામવા જો સત્ય ને , તરફડી રહ્યો,
અસત લિબાસની, તબાહી જો પછી.
ધૂંધળું દેખાય છે ,રાત્રે પક્ષી ઓને,
ઉલ્લુ પામે આનંદ ,શાહી જો પછી.
-મોહનભાઈ આનંદ