આયામ જીવન વસંત એક આપી દે,
તૃષ્ણા ને ધીમે ધીમે , તુંય નેક કાપી દે,
તૂટતા દિવાલો ભેદભાવ ની અહિયાં,
શ્વાસે જ હરદમ, દિલ માં સ્થાપી દે.
રંગીન મિજાજી, સપના સેવતી જોને
પકડી એક ઠામ ,વૃતિ ને આરોપી દે,
હસરત ના બારણાં જરાક બંધ કરીને,
ઈત્મિનાન આરામ, સહજતા માપી દે,
રંજો આલમ દુનિયા મટી જાય સાચે,
આનંદ ભીતર , દુઃખ જીવન ને કાપી દે,
-મોહનભાઈ આનંદ