વસંત આવી તો સુમન હસી પડ્યાં;
સાવન વરસ્યો ને ઝરણ હસી પડ્યાં;
સમંદરનો દૂરથી સાંભળ્યો ઘુઘવાટ,
વહેતી નદીઓના વહેણ હસી પડ્યાં;
પડી જો શબનમની બે ચાર બૂંદ તો,
હરખ ઘેલાં થઈને રણ હસી પડ્યાં;
નહીં છિપાવી શકે એ તરસ છતાંય,
મૃગજળ જોઇને હરણ હસી પડ્યાં;
જોયાં જો ઊડતાં પંખીઓ આભમાં,
જમીન પર વેરાયેલ ચણ હસી પડ્યાં;
કાન્હાની વાંસળીના રેલાયાં જ્યાં સૂર,
ચરતી ગાયોના ધણે ધણ હસી પડ્યાં;
હર એક કણમાં છે વસવાટ રામનો,
એ સાંભળી કણે કણ હસી પડ્યાં;
આવી છે ઋત મસ્તી ભરી "વિએમ"
લહેરાતાં હર એક પર્ણ હસી પડ્યાં;
વસંત ઋતુમાં યાદ આવ્યું કોઇ વ્હાલું,
અમે તો બસ અકારણ મલકી પડ્યા;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)