દેહ અધ્યાસે, પ્રેમ લાગે પીંજરું.
જ્ઞાન લાધે થોડું , લાગે છીછરું.
છોડ ચિંતન બાળતો ચિંતા મહીં,
જોતું સપના , વ્હાલી લાગે નીંદરું,
હોય છે તૃષ્ણામાં ,તરબોળી દઈ,
છમ છમા છમ વાગે માયિક ઝાંઝરુ.
બાંધવા જો જાપ , જપતા માનસી,
નાચવા લાગે ત્યાં , મન ક્યાં પાંસરું ,
રાગ અનુરાગી , વિરાગી પણ ખરૂં ,
છે હકીકત માં , જુઓ એ વાંદરું.
-મોહનભાઈ આનંદ