પાંદડા ખરી પડે પછી સડે છે,
પુષ્પ ખરી પડે પછી સડે છે,
પરંતુ
માણસ સડી જાય પછી ખરે છે.
આવું શા માટે?
હે પ્રભુ!
સ્વજનો મારી દયા ખાય
તે પહેલાં તું એક દયા કરજે.
જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો
પરંતુ
મૃત્યુ ને પામવામાં હું મોડો ન પડું
એટલી કૃપા કરજે.
સાંજ પડે અને સૂરજ આથમી જાય
એમ હું આથમી જવા ઈચ્છું છું.
હું સડી જાવ
તે પહેલાં ખરી પડવા ઈચ્છું છું.
- ગુણવંત શાહ