આજ મનમાં એક વિચાર છે સરવળ્યો;
એ જોઇને કાગળ પણ જરા ફરફળ્યો;
કલમ ને કાગળ લઇ બેઠો જ્યાં લખવા,
એમની સાથેના એ લમ્હાને મેં વાગોળ્યો;
ચાંદ સિતારાઓથી ઝગમગતું હતું આભ,
એક દિપથી કમરો હતો જરા ઝળહળ્યો;
દિલ મારૂં ચુકી ગયુ'તું ત્યારે એકાદ ધડકન,
જ્યારે એ જાણીતો પગરવ મેં સાંભળ્યો;
દિપકના ઉજાસમાં આવી એ મારી પાસે,
હળવેકથી એના હાથમાં હાથ મેં પરોવ્યો;
કર્યો જ્યારે મેં એમનાથી પ્રેમનો એકરાર,
નયન એમના ઝુક્યાં ને ચહેરો શરમાયો;
કેટલી ખૂબસૂરત હતી એ મુલાકાત જ્યારે,
હા કહીને એમણે મારા પ્યારને સ્વીકાર્યો;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)