પ્રેમ ભૂત જો ,માંગી ગયું,
ક્યાંક જો છે, લાધી ગયું;
સાધના છે, સિધ્ધિ સ્વયં,
ઊર્મિ ખોજે , લાગી ગયું;
ત્યાગે સમજણ,કેવળ તહીં,
સમજ સાધે , સાધી ગયું.
હોશિયારી , શબ્દો તણી,
દિલમાં ભાવો, તાગી ગયું.
છે જ અદ્વૈત, આદર્શ ગુણે,
ગુણ ત્યાં નિર્ગુણ,માપી ગયું.
-મોહનભાઈ આનંદ