સુમસામ સુતેલી આ સડક ને
જગાડવા નું મને મન નથી
હળવે થી ચાલુ ફૂટપાથ પર
દોડવાનું મને મન નથી...
બસર કરે છે ઘણી જિંદગી
નિરાંત માં અહીં પોઢી છે
ઓ શ્વાન સહુ તમે ચૂપ રહેજો
ખલેલ કરવુ ગમતું નથી...
સડક ને અજવાળતી આ
સ્ટ્રીટલાઈટ્સ પણ ખામોશ છે
ચુપચાપ એવી આ રાત માં
હવે બોલવું ગમતું નથી...
જો ને આ જીંદગાની પણ
અવિસ્મરણીય ભેટ છે
જીવન ની આ સડક પર
હવે રોકાવું ગમતું નથી...
શાને આ દિલ બેતાબ છે
મારી "કલ્પના" ની રાહ માં
ભલે રિસાય તું "બકુલ" થી
તુજ થી રિસાવું ગમતું નથી...
-બકુલ ની કલમે ✍️
ગઝલ
15-02-2021
04.56