હું આજે પ્રપોઝ કરવા માગું છું,
એ જવાનો ને ચાહવા માગું છું...
છે જેની ચાહત આટલી વતન માટે
હું એને ખુદાથી પાછા માગવા ચાહું છું...
નથી હેસિયત મારી કે એનાં જેમ,
જીવન ન્યોચ્છાવર કરી શકું હું...
શબ્દોથી એની આત્મા ને શણગારવા માગું છું,
શું ખુમારી હશે એની આંખ માં,..
શું દિવાનગી હશે એની વતન ની ચાહમાં,
હું એના મસ્તક ને પર્વત ની સાથે સરખાવવા માગું છું...
હું એની કુરબાની ને રોજ એક વાર તો યાદ કરવા માગું છું...
ને એ યાદ થી વતન ને જગાડવા માગું છું,
*હા હું એના કફન ને ચૂમવા માગું છું...🇮🇳*