ઉલ્ફતની અટપટી વ્યાખ્યા, હું લખું છું.
જીવન મૃત્યુ જરા , રાખ્યા , હું લખું છું.
શ્વાસો તણા કરે , સરવાળા ખુશ થઈ ને,
જોને કબર ભણી , ભાગ્યા , હું લખું છું.
ઉંઘે છે મતલબ માં, સ્વાર્થી દુનિયા દારી.
જાગે છે ક્યાંક સપના જાગ્યા, હું લખું છું.
જોડા તો જો , છુટી ગ્યા, જો ને કચેરી,
હુંહું તું તું માં ના તોડ્યા ,હું લખું છું.
આનંદ જો છે સમજણ ઉલટી અહીં તો,
કિંમત વગર જ ,જીવન રોળ્યાં ,હું લખું છું
-મોહનભાઈ આનંદ