એક ઘટના એક યુદ્ધ જ્યારે પડઘમ બને છે,
ત્યારે માં ભોમ ની હાકલ પડે છે.
શુરવીરો ની આ ભુમિ પર વીરોની ઘણી ગાથા છે,
બલિદાન પોતાનું દેવા વીરો નો કોઈ તોડ નથી,
ખપતા હોય છે નરબંકા,
જ્યારે માં ભોમ ની હાકલ પડે છે.
દેશ દાઝ દિલ માં રાખી, સૈન્ય લડાઈ લડતું હોય છે.
પોતાનું બલિદાન આપવા, દેશ કાજે શહીદી હોરતું હોય છે.
જ્યારે માં ભોમની હાકલ પડે છે.
એક જીત માટે જ્યારે દેશ લડાઈ લડતું હોય છે,
શુરબંકા શુરવીરો અમારા "સ્વયમભુ" બલિદાન ત્યારે ત્યારે દેતા હોય છે.
જ્યારે જ્યારે માં ભોમ ની હાકલ પડે છે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"