*એજી મારા હૈયે હરાખ ન માય રે*
✍🏻 *દાસીજીવણ સાહેબ*
🪕🪕🪕🪕🪕🪕🪕
એ જી મારા હૈયે હરખ ન માય રે
ગુરુ મારા સીંચોડો કીધો રે તમે સાબદો...
સતસંગ રૂપી સિંચોડો માંડયો
માંહી શબ્દ ની શેરડી પીલાઈ
રહસ્ય રૂપી રસ નીકળ્યો
ભાવ ની રે કુંડીયુ ભરાઈ...
આ કાયા રૂપી કડા બનાવી
ઠીક કરી એમાં ઠેરાઇ
કુડ કપટ ના બળતણ બાળતા
અનુભવ રસ ઉભરાઈ...
ધરમ નામણી પડી ધૂબકી
ગુણ રૂપી ગોળ પકવાઈ
કબુધ્ધિ રૂપી કામસ ઉતારી
પ્રેમ ની પાવડી ફેરવાઈ...
સર્વ લોક ગોળ ખાવા ને ઉમટયા
આવી ઉભા અખાડાની માંઇ
દાસી જીવણ સત ભીમને ચરણે
પછી મારા મનના માટલા ભરાઈ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻