Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફુલની માફક ખીલી જવાનું,
ખુદ્દારીથી ય જીવી જવાનું!
રિસાવાનું રાખ્યું હોય ભલે,
એક જ ઘડીમાં રીઝી જવાનું!

ધીરે ધીરે-છતાં મક્કમતાથી,
જીવન જીવતાં શીખી જવાનું!
દિલ ઇન્કાર કરે જે કરવાનું,
ત્યાંથી પાછા વળી જવાનું,

સત્કર્મો તેમજ સંસ્કારોથી,
ક્યાંય કોઇને ગમી જવાનું!
બીજાને અડચણ લાગે તો,
તુર્તજ ત્યાંથી હટી જવાનું!

નિત્ય મળે ના સમથળ રસ્તો,
ઢાળ ઉપર ચઢી જવાનુ!
જીવન રંગીન,કૂણું વસ્ત્ર છે,
ફાટે ત્યાંથી જ સીવી લેવાનું !

શુભ લાભ મારી ભીતર ,
ૐ મારા બ્રહ્મ મહી,
શ્રી પણ મારા હૈયે ,
સાથિયો મારા હૃદયમાં,
રંગોળી મારા મનમંદિરમાં !

કારણ પણ એ જ છે કે,
હું જે છું એ અત્યાર,સુધીમાં
મને મળેલા વિવિધ,
માણસોનો સરવાળો છું.
..................અજ્ઞાત

Gujarati Poem by Umakant : 111659298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now