જેરામ બાપુ ની વાણી
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
♨️રાગ:કરમન ભજનનો વેપાર♨️
કર્મ ગતિ બળવાન એતો સમજે ચતુર સુજાણ,
કર્મ કોઈ દીન નીચાં નાંખે ને કર્મ બનાવે મહાન, ટેક
સુખ સંપત ને સાયબી આપે ને કર્મ કરે હેરાન,
કર્મ થકી અપ કીર્તિ મળે ને કર્મથી મળે છે માન,
ભાઇ કર્મ ગતિ,
કર્મ માણસ ને મુર્ખ બનાવે ને કર્મ બનાવે વિદ્વાન,
કર્મ અકર્મની કરે કુશળતા ને મેલી માન ગુમાન જી,ભાઇ કર્મ ગતિ,
એવાં નરની નજર આગળ આત્મા એક સમાન, રે
કર્મ વીકર્મ ની કળા જાણીને રાખે નહીં અભીમાન જી,ભાઇ કર્મ ગતિ,
જીવન જીવવાની જુગતી જાણે ભુલે નહીં એ ભાન રે,
નિત્ય નીમીત ને કામ્ય નીસેદ એ છે શાસ્ત્ર ની સાન,
દાસ જેરામ કહે તન મન વાણી નું રાખે સદા ધ્યાન,
ભાઇ કર્મ ગતિ બળવાન
🙏🏽🙏🏽🦢🦢🙏🏽🙏🏽