ભારથી રેવા ની વાણી
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
નાદ બુંદ કા કરો નીવેડા અખરા અજીત સે ઓ આવે,
ત્રણ ગુણના બન્યા મોતીડાં અંધા અગ્નિમાં જઇ ડાલે રે, ટેક
મુળ કમળમાં ગુણપતિ રેવે બંકનાળ સે ઓ આવે બંકનાળ ઘર ઠામ નહીં ભાઇ ઠામ વિના ક્યાં ઠેરાવે રે,નાદ બુંદ કા,
અક્ષરાતીત સે મોતી ઉતર્યા એરે ઠામમાં એ આવે,
એરે મોતીને કોઈ સંત મરજીવા સુર્યા નાડીથી બે હદ લઇ જાવે રે,નાદ બુંદ કા,
આંગણે આવે કોઇ સંત મરજીવા મોંઢે ચડી કબુ નહીં માંગે રે
શક્તિ ગાદીને પાય લાગીને મા તું કહી પાછાં આવે રે,નાદ બુંદ કા
ખલ પુરુષ નો સંગ નવ કરીએ જઇ સતીનું ખપર ખાવે રે,
પારકી થાળી મોંઢે માંડે જમપુરી માં નીચ્છે જાવે રે
નાદ બુંદ કા,
ચળેલ પુરુષ ના ચિત છે મેલા તેમનાં સંગમાં નવ રહીયે રે,
ભારથીરેવાને ગુરુ મનહર મળીયા સંદેશો સંતને કહીયે રે,નાદ બુંદ કા,
♨️♨️🦢🦢♨️♨️
સંતોના ચરણોમાં વંદન
🙏🙏👣👣🙏🙏