ગંગાસતી ની વાણી...૪૦
🍀🍀🍀🍀🍀🍀🍀
ચરણ : ૪ ( કુલ : ૫ )
ભાઈ રે !
પુત્ર રાજાનો એક જ હતો રે,મરી ગયો વનની માંય રે
સાંભળતા શોક થશે એહને રે,અમે કેમ આવીએ શહેરની માંય રે
મોહજીત...
ભાઈ રે !
દાસી કહે મહારાજ સાંભળો રે,ઝાડવે થી પક્ષી ઉડી જાય રે
તેવું જ્ઞાન છે મોહજીત રાજાનું રે,તેના મનમાં શોક નવ થાય રે
મોહજીત...
ભાઈ રે !
એટલું કહી દાસી ઘરે આવી ને,નારદના દીધા સમાચાર રે
રાજા ને રાણી ,કુંવરની રાણી રે,આવ્યા છે વનની મોઝાર રે
મોહજીત...
ભાઈ રે !
આવી નારદને પાય લાગયા રે,વૃત્તિ ડોલે નહિ લગાર રે
નારદ કહે તમને ધન્ય છે રે,તમને ખરો લાગ્યો છે તાર રે
મોહજીત...
ભાઈ રે !
એટલું કહી પુત્રને સજીવન કીધો ને,નારદને લાવ્યા શહેરનીમાય રે
હરીથી વિશેષ હરીના દાસને જાણ્યા ને,આનંદ થયો છે ઉરમાય
મોહજીત...
ક્રમશ : ૫...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻