વિચારોની શરૂઆત ૧
તારીખ - ૯/૦૨/૨૦૨૧
(મંગળવાર)
- જ્યારે કઈક કરવાની ભૂખ લાગે અને તમે સમય ચુકી જાઓ પછી
તે ભુખ મટી જતી હોય છે.
- અધૂરુ બધું જ રહી જવાનું પૂર્ણ કઈ જ નથી તમારાથી મોટા માણસને પણ જ્યારે દુઃખી દેખો તો સમજી જાઓ શાંતિ આવનાર દિવસોમાં પણ નથી જ
- મને કોઈક એ કહ્યું હતું મહેનત મોટી કે માઈન્ડ સેટ?
જીવનમાં સૌથી મોટી વસ્તુ માઈન્ડ સેટ છે.
- ઈચ્છાઓના કુવામાંથી તમારે પીવા લાયક ફક્ત એક જ ઘડો ભરવાનો રોજ
- 'તું છે તો હું છું' આ વાક્ય ફક્ત ત્યાં સુધી જ સારું લાગે જ્યાં સુધી બન્ને એકબીજાને સમજીને પોતાના સંસ્કાર સાચવે.
- અધવચ્ચે ડૂબી જતી નાવડીના નાવિકને પૂછવામાં આવ્યું,
તમારી ફીલિંગ્સ શુ કહી રહી છે અત્યારે?
નાવિકએ હસતા જવાબ આપ્યો,
મારી ભૂલ.
- વાસ્તવિક જીવનની એક મોટી ખાસિયત એ છે કે સંબંધો સચવાય છે,માણસ સપનાઓમાં રચતો થાય એટલે દુનિયા આખીએ પારકી બનાવી લે.
- સૌથી મોટું શુ? જીવન મરણ કે સબંધ?
મરણ : જીવનની સીધી રેખામાં વચ્ચે શૂન્ય અંકિત થયેલ છે અને અંત પણ તમારા વર્ષો મુજબ છે. ખુશ રહ્યા તો (+) અને દુઃખી રહ્યા તો (-)