ઉત્તમ તત્ત્વ ના વિકાસ માં હમેશા સમય લાગે છે જે થોભી જવાનો નહિ પરંતુ શ્રેષ્ઠતા માં પરિપૂર્ણ થઈ રહ્યા હોવાની નિશાની છે. માટે જ કહેવાય છે કે ધીરજ ના ફળ મીઠાં.
તો હમેશા પોતાના દરેક કાર્ય ને એક ઉત્તમ તત્ત્વ ગણી ને પોતાનું શ્રેષ્ઠ આપીએ ભલે સમય લાગે, જેથી આપણા કાર્ય ની મહત્તા ફેલાય ન કે માત્ર કોઈ એક વસ્તુ કે ભૂલી જવાની ઘટના બની ને કોઈ ખૂણે પડી રહે.