દરેક સંબંધમાં ખોટો સરવાળો ના કર;
આ બટકણી ડાળ ઉપર માળો ના કર;
દિલના સબંધ તમે નિભાવજો પ્યારથી,
લાગણીનો દિલ પર ખોટો ભારો ના કર;
જીવો તો શાંત સરોવર જેવું છે જીવન,
હાથે કરીને એમાં કાંકરી ચાળો ના કર;
ખૂલ્લું રાખજે આ તારા મનનું આંગણ,
ખોટા વિચાર કરી કાંટાનો વાડો ના કર;
સબંધ રાખજે સદા ઓલી સાકર જેવો,
એમાં અશ્રુ ઉમેરીને એને ખારો ના કર;
દિલના ઘાવ છૂપાવીને રાખજે "વિએમ"
આમ સરેઆમ બતાવી ધજાગરો ના કર;
નિઃસ્વાર્થની ભાવના રાખ સદા જીવનમાં,
મનમાં ખાલીખોટા વહેમનો જાળો ના કર;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)