#શબ્દોમારા #અર્થતમારા
સારા કે ઉત્તમ મૂલ્યાંકન હજુ રાહમાં છે.
શું ખબર? અહીં કોણ કોના બાનમાં છે.
થશે, થવાનું છે, થઈ રહ્યું છે, ચર્ચામાં છે.
આ શું! બિનઆમંત્રીતો પણ જાનમાં છે.
ચળવળ ચાલી રહી છે હિતોના ટકરાવની,
ગભરાશો નહિ તલવાર હજુ મ્યાનમાં છે.
સમય સંજોગ પરિસ્થિતિને આધીન બધું,
આ નહીં તો અન્ય વિકલ્પ પણ ધ્યાનમાં છે.
આશા બંધાઈ જ્યાં વાદળોના ઘેરાવાથી,
પેલો પરિબળોનો પવન તો હજુ તાનમાં છે.
જરૂર પડ્યે બોલવાની કે મૌનની પરિભાષા,
મક્કમ મનોબળ વાળાનાં ભાનમાં છે.
સારા કે ઉત્તમ મૂલ્યાંકન હજુ રાહમાં છે....
#ANANDVSAMANI