કઇં ક તો ખૂટે છે,
તારી અને મારી વચ્ચે.
ખબર નઈ , સમય નો અભાવ છે,
કે પછી તારી સંગત નો પ્રભાવ છે.
મેં તારો સાથ ત્યારે આપ્યો,
જ્યારે તારી પાસે કઇં ન હતું.
તેં મારો હાથ ત્યારે છોડ્યો,
જ્યારે મારી પાસે તારા સિવાય કઇં ન હતું.
કઇં ક તો ખૂટે છે,
તારી અને મારી વચ્ચે.
ઈચ્છા તો ન હતી તારો સાથ છોડવાની,
પણ કોઈ કારણ પણ ન હતું સાથે રહેવાનું.
ખબર જ હતી કે લાંબા સફર ના સાથી નથી,
છતાં પણ એ સફર યાદગાર રહ્યુ.
કઇં ક તો ખૂટે છે, તારી અને મારી વચ્ચે.
હાલ તો તારો ને મારો જ અભાવ છે.