Gujarati Quote in Poem by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગભરાઈશ નહીંં
=================================
કાલે સારું થઇ જાશે,ગભરાઈશ નહીં,
પડશે એવી દેવાશે, ગભરાઈશ નહીં.

ક્યાં અહિં કોઈ શીખીને આવ્યું છે?
અનુભવે સમજાશે, ગભરાઈશ નહીં.

કાબેલિયત; એ જ નિજ ઓળખ,
લોકો અજમાવશે, ગભરાઈશ નહીં.

ખોટા હજારવાર કોઈ ભલે ને ઠેરવે!
કર્મ તારા પડઘાશે, ગભરાઈશ નહીં.

ઘોર અંધકારને ભેદતી સોનેરી પરોઢ,
ઘણું પડકારશે, ગભરાઈશ નહીં.

ને હોય શ્રધ્ધા જો ખુદ પર; તો પછી,
કુદરત સંભાળશે, ગભરાઈશ નહીં.

###

રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Poem by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111655493
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now