રડવાની આદત પડી ગઇ છે હવે,
હસવાનો ડર લાગે છે !
વિશ્વાસ તૂટ્યો છે પારાવાર હવે,
દોસ્તી કરવાનો ડર લાગે છે !
નથી જવું મારે પેલે પાર હવે,
ડૂબવાનો ડર લાગે છે!
ભલે રહે પાનખર હરદિન હવે,
વસંતનો ડર લાગે છે !
ભીડમાં જવું નથી ક્યાંય મારે હવે,
ખોવાઈ જવાનો ડર લાગે છે
મોતની પરવા નથી "ઝંખના" હવે,
જીવન જીવવાનો ડર લાગે છે !