*ત્રાજવાની દાંડી* જેવાં *ભૌતિક સુખદુઃખ* છે..
જેટલાં *આ બાજું વજનરૂપે દુઃખ મૂકો* તેટલું *પેલી બાજું સુખ* મળે..
*વધારે દુઃખ મૂકો વધારે સુખ મળે..*
*ઓછું દુઃખ મૂકો ઓછું સુખ મળે..*
*જરાયે દુઃખ ન મૂકો જરાયે સુખ ન મળે..*
*પાણી પીવાના આંનદ લેવા ખૂબ તરસ ઉભી કરવી પડે..*
*ડ્રેસિંગ કરવા ગુમડું પેદા કરવું પડે ને?*
*સંસારનું સુખદુઃખ એવી ચડઊતરની નિસરણી છે કે જેટલું ચડો એટલું ઊતરવું પડે.. પણ રહો ઠેર ના ઠેર...*