દહેજમાં સોનું કર્યું તોલા પચાસ
તો પણ લગ્નમાં રહી ગઈ કચાશ
રસ પુરી પાત્રા માથે આપી છાશ
તો પણ લગ્નમાં રહી ગઈ કચાશ
ઈચ્છા છે ખાસ રાતે દાંડીયા રાસ
તો પણ લગ્નમાં રહી ગઈ કચાશ
મહેમાનોને મળી બધી મોકળાશ
તો પણ લગ્નમાં રહી ગઈ કચાશ
દિકરીના પિતા કામ કરે બની દાસ
તો પણ લગ્નમાં રહી ગઈ કચાશ
ધીરાણ માટે ગીરવી મૂક્યું નિવાસ
તો પણ લગ્નમાં રહી ગઈ કચાશ
સગા સંબંધીનો ઊતારો છે ખાસ
તો પણ લગ્નમાં રહી ગઈ કચાશ
પૂરો થયો પ્રસંગ પિતાને થઈ હાશ
શાંતિથી જોતી રહી દુનિયા બદમાશ
લગ્નજીવનમાં તોય આવી ખટાશ
દહેજ પ્રથાનો વિરોધ કર્યો હોત કાશ ...
- પાર્થેશ નાણાવટી