*સીતાજી પૂછે રે*
સીતાજી પુછેરે રામચંદ્ર રાયને રે,
કરો તમે વડા ધરમની વાતરે હા..
અંતરના પડદારે સ્વામી તમે અળગા કરો રે,
જેવી તેવી તોય તમારા ઘરની નાર રે હા...
સીતાજી પુછેરે...
ચાંદો ને સુરજ રે દોનો નોતા રે,
નોતા નોતા ધરણી ને આકાશ રે હા...
સીતાજી પુછેરે...
એ થી આઘી રે બીજ ધરમ ની વાત છે
એને જાણે કોઈ હરિજન વિરલા સંત રે હાં
સીતાજી પુછેરે...
ધરમ ના ધોરી જોને નબળા ઈકો કેમ કરી ઝીલશે એનો ભાર રે હાં
ધરમ ના ધર લઈ ને હાલશે
પહોંચશે ઈતો અલખ ને દરબાર રે હાં
સીતાજી પૂછે રે
કાચો પારો લક્ષ્મણ જાણજો રે,
એને જેવા તેવા થી જીરવિયો ન જાય રે હાં
સીતાજી પુછેરે...
પાત્ર છે છોટાં ને વસ્તુ છે મોટીયું
ઠામ વિના કેમ કરી ઠેરાય રે હાં
સીતાજી પૂછે રે...
તમે થાશો રે રાણી જ્યારે રૂક્ષ્મણી
લક્ષ્મણ ધરશે યાદવકુળમા અવતાર રે હા...
સીતાજી પુછેરે...
રામચંદ્ર થાશે રે દ્વારિકા ના રાજીયા
ત્યારે કરશુ વડા ધરમની વાત રે હા...
સીતાજી પુછેરે...
પૂરવ થી પશ્ચિમ માં રામોપીર પ્રગટ્યા રે,
લીધો લીધો અજમલ ઘેર અવતાર રે હા...
બીજ રે સમોવડ બીજું કોઈ નહીં
ના'વે ના'વે તપ તીરથ ને જોગ રે હાં
બાળનાથ ચરણે સિધ્ધ રામદેવજી આવુ બોલીયા રે,
બોલ્યા બોલ્યા અલખધણી નો આરાધ રે હાં હાં
સીતાજી પુછેરે...
ટાઈપીંગ K. R. Parmar ✍️