દાસી જીવણ સાહેબ ની વાણી,
**************************
રંગ રૂપ સે ન્યારા,
.....................
કોઈ રંગ રૂપ સે ન્યારા,ઉસમે ક્યાં જાણે સંસારા,
ઓહમ સોહમ ની ઉપર નીરખો,બાર આંગળ સે બારા,
મતી મૂરતિ નૈણે નીરખો,નિજ નામ સે ન્યારા,
ચંદ્ર સૂરજ કી ઉપરે,કાંઈ જલમલ જલકે તારા,
શિવ શક્તિ કી ઉપરે,ત્યાં અણઘડ કા રણુકારા,
અણઘડ કેરી ઉપરે,એક અમરલોક નિરધારા,
વૈરાટ કરી ઉપરે,ત્યાં સદગુરુ હે હમારા,
ચૌદ લોક તો તેના સાકાર,સદગુરુ હે સરદારા,
જીવનદાસ તો ઉનઘર પહોંચ્યા,દેહી બાહીર દીદારા,
જય સદગુરુ મહારાજ,