Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેવીદાસ બાપુની વાણી
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
♨️તાલ : ચલતી♨️
એવા બના ભગત ભજનના પ્યાસી મને દેખત આવે હાંસી, ટેક

ભગતી તણો ભાર ઉપાડી બન્યા તીર્થવાસી જી,
પાંચ ભૂતને ત્રણ ગુણમાં શું જોયું તપાસી,બના ભગત,

ગોકુળ ઢુઢા મથુરા ઢુઢા ઢુઢ્યા કેદાર ને કાશી જી,
જ્યાં દેખું ત્યાં પાણી પથરા દેખ્યા નહીં અવિનાશી,બના ભગત

એવા જોગી થઈ જંગલમાં બેઠા શહેર ગામ માં સંન્યાસી જી,
તીર્થ કાંઠે તપસી બેઠા કો'ક તીર્થ ઉદાસી,બના ભગત,

જીવની સાથે જીવન ગાળ્યું તત્વ નવ જોયું તપાસી જી,
દીલ ભીંતર કા ભેદ નવ પાયા બળી તારી શાબાશી
બના ભગત,

મંદિરમાં મુર્તિ પધરાવી બના દેવના દાસી જી,
ધુપ દીપને નૈવેદ્ય ધરતાં કો'ક બના ઉપવાસી,બના ભગત,

મન બુદ્ધિ ને ચિત અંહકાર વચમાં વૈકુંઠવાસી જી,
દેવીદાસ સત દલ કહે તારી કાયામાં હે કૈલાસી,
બના ભગત ભજનના પ્યાસી,
🥀🥀🥀🥀🥀🥀
જય પરબધામ ને વંદન
🙏🙏🧎🏻🧎🏻🙏🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111652596
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now