બંધ મુઠ્ઠી ખોલતા, ત્યાં જવાનું છે,
મૌન માંહી તોલતા , ત્યાં થવાનું છે.
સહજ ખોલી ,ભેદ છોડી બધાયે ત્યાં,
પ્રાકૃતિક પરિણામ , ને સમજવાનું છે.
વેતરી નાંખે અવળું ,જ્યાં તું જીવન ને,
સત્ય પામી અસત ,ત્યાં જકડવાનું છે.
કેફિયત માંહી ડુબી જો અમલ મનથી,
ગઝલિયત માંહી, ખરે ભંગડખાનુ છે.
ખેલ અક્ષર નો છે , આનંદ મહીં જોને ,
પામે શબ્દો માં ત્યાં , કોઈ બહાનું છે.
-મોહનભાઈ આનંદ