આવ્યા સમાચાર ખુશીના,
મળી વેક્સિન કોરોના માટે,
શરુ થઈ એની ચકાસણી,
ટળશે મુસીબત સૌ શિરેથી.
રાહ જોતાં હતાં ભૂલકાઓ,
ક્યારે મળીશું સૌ મિત્રોને,
વાર છે હજુ નાના નાના બાળને,
પણ મોટા બાળકો ખુશખુશાલ,
જોશે વાટ પહેલી તારીખની,
કરી દીધી હશે તૈયારી નવી બેગ ભરવાની,
લેશે દફતર મહિનાઓ પછી,
મળશે મિત્રો, મળશે શિક્ષકો,
શરુ થશે ફરીથી કલબલાટ,
જીવંત થશે શાળાનું પ્રાંગણ.
છૂટશે શિક્ષકો, છૂટશે બાળકો,
આ ઓનલાઈનની તકલીફોથી,
લેશે સૌ હાશકારો જોઈને,
શાળાનું કાળું પાટિયું!
ના પાડતાં એક સમયે બાળકો,
નથી જવું સ્કૂલે અમારે,
થયા રાજીના રેડ એ જ બાળકો,
જ્યારે જાણ્યું ઊઘડે છે શાળાઓ.
રાહ જુએ છે શિક્ષકો,
રાહ જુએ છે બાળકો,
જલદી આવ ઓ પહેલી તારીખ,
મળીએ સૌ એકબીજાને,
ભલે હોય સામાજિક દૂરી,
પણ હોઈશું તો એક સાથે.
- સ્નેહલ જાની