અવધુ સોહમ નામ તંત સારા.
વાંકું પરખે પરખન હારા .ટેક
ઉલટા હંસા ચડે ગગન કુ.હમમે ઉનકી ધારા.
સો ધારા કોઈ વિરલા જાણે .ઉનકા ખેલ નિરાલા.ટેક
મનકુ બાંધે સૂરતા સાંધે.નિરખે નુર અપારા.
દોઉ ભમરકે બીચ મે દેખે.વહા તેજ કા તારા...ટેક
અનંત ભાણ .કળા અનુપમ .નિરભે નાદ રણુકારા.
અજબ ગેબી અમરત ની વર્ષા.તાળવે ટપકે ધારા .ટેક.
ધીરતા ધારે .સાધન સાધે.આસન બાંધે અપારા.
કરમણ ચરણે કહે લખીરામ.એ પાવે દેવ દુલારા..ટેક