કાવ્ય...
................................
કવિ લખે કલમે.
કાગળ પર લખાય.
નામ લખે પોતાનું
એ ગુણ થકી ઓળખાય.
સિલ્પકારે ઘાટ આપ્યો.
ઈ નામે ઘાટ ઘડાઈ.
નામ રૂપ યથાર્થ જાણતા.
ગુણ થકી વર્તાય
કાર્ય કળા પ્રભુ આપ તણી.
કારણ ક્રિયાની માંય.
પ્રગટ પ્રભુ ભગવાન પોતે.
વિલસી રહીયો વિરાટ ત્યાંય.
................................
અણું અણું માં એનું નામ છે.
ઈ અનામી પદ નિર્વાણ.
કોણ લખે કોણ લખાવે.
ઈ ભીતર બેઠો ભગવાન.
એક કવિ એક કલાપીને.
એકજ છે કિરતાર.
મનોહર નામી બીબા જુદા.
અનામી માય એકતાર.
................................