દુનિયામાં સાચી રાહ બતાવનાર મારા વ્હાલો તુ જ છે,
તેથી કર્યું તુજ પર મેં પુરુ જીવન તુજને સમર્પિત....
જાણુ છું વ્હાલા કે તેં જ કરી છે મારી હંમેશા પરવાહ,
તેથી જ કર્યું તુજ મેં પુરુ જીવન તુજને સમર્પિત...
આપ્યો તેં મને હંમેશ સાથ આ જગતમાં મારા વ્હાલા,
તેથી જ કર્યું તુજ મેં પુરુ જીવન તુજને સમર્પિત...
બની ગઈ "રાજલ" ભક્તિમાં લીન મારા કાન્હા,
તેથી જ કર્યું તુજ મેં પુરુ જીવન તુજને સમર્પિત...
-Rajeshwari Deladia