વર્ષો થયાં
ચૂપ રહેતાં રહેતાં
પ્રેમપાશમાં
શ્વાસ લેતા લેતા
ક્યારેક બોલી પડી છું
ત્યારે બહુ નડી છું.
મોટું મન એટલે?
માફ કરી દેવું?
વારંવાર માફ કરી દેવું?
જો ન કરું તો?
ફોલી ખાશે સમાજ
વર્ષો થયાં
માફ કરતા કરતા
ગુણોને આવકારતા
હજીય ચૂપ જ રહીશ
પણ હવે
ખરી નડીશ...
--નિર્મોહી