સંધ્યાકાળે સજન સાંભળે;
પ્રભાતે તો મંજન સાંભળે;
જુવાનીમાં હોય લવ સોંગ,
ઘડપણમાં ભજન સાંભળે;
નૈ કરો રોજ યોગા કસરત,
ફાંદ જોતાં વજન સાંભળે;
મળે જ્યારે દુર્જન જીવનમાં,
ત્યારે જ સજ્જન સાંભળે;
મૃત્યુ આવે જ્યારે સન્મુખ,
ત્યારે પ્રભુનું પૂજન સાંભળે;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)
😁😉😂😁😂😉😁