પડઘાય છે , મૌન માં પણ,
જોઈ શકો, કોઈ ત્યાં જણ.
જીવન માં ઝગમગ કરે ત્યાં,
છે અન્નપુર્ણા , જ કણકણ,
લક્ષ્મી કૃપા , ત્યાગ માં છે,
દાની મહીં જો છે ખણખણ.
આરંભ છે, ત્યાં જ અંત છે.
ભજવા સદા હરિને ક્ષણક્ષણ.
જગને વિસારી ,જો ખૂદ માં,
આનંદ ચિત, ચેતના ભણ.
-મોહનભાઈ આનંદ