પોતાનાઓ થી હાર્યો તું હરાવાનું બસ કર;
જમાના એ રડાવ્યો તું રડાવવાનું બસ કર;
ઉપર બેઠો બેઠો આમ મનમાં તું હસે છે શું?
હાલત મારી જોઇને તું હસવાનું બસ કર;
એકવાર આવીને જો મારા હાલ-હવાલ,
પથ્થરમાં રહીને આમ સંતાવાનું બસ કર;
દુનિયા એ બહુ સતાવ્યો છે મને જીંદગીમાં,
કારણ વિના તું આમ સતાવવાનું બસ કર;
છે તારા ઘણા ઉપકાર મારા પર હે, ઈશ,
થોડીક ખુશી આપી જતાવવાનું બસ કર;
દુ:ખ આપવું હોય તો આપને તું ચુપચાપ,
જગજાહેર કરી આમ બતાવવાનું બસ કર;
ઈશ સહારે તરાશે આ ભવસાગર "વિએમ",
આ જીવનના મધદરિયે ફસાવવાનું બસ કર;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)