કિનારો છે દૂર બહુ
સામે કિનારે તું ઉભી
વચ્ચે વહે છે નદી પ્રેમ ની
આ કાંઠે હું તરસ્યો એકલો
પડીશ પ્રેમ ની નદી માં
હવે કોઈ ફિકર નથી
તરીશ કે ડૂબી જઈશ
બેય વાત મને મંજુર છે
ઠંડી ના આ સુસવાટા માં
તારી ઉષ્મા કાફી છે
બાંહો તરસી ગઈ મારી
તારું આલિંગન પામવાને
ચૂમી લઈશ હું તને
મારા તરસતા હોઠો થી
હવે છું અધીરો બહુ
તારું ચુંબન પામવાને
આફ્રિન છે આ "બકુલ"
તારી લખેલી કવિતા પર
ઝંખના બહુ પ્રગટી છે
પ્રિયા તને પામવાની...
-Bakul