યાદ આવે પણ તું ના આવે;
નાદાં દિલને કોણ સમજાવે?
રાત રાતભર મને જગાડતાં,
ખ્વાબ ને ખ્યાલમાં જગાવે;
દૂર દૂરથી બસ જોયા જ કરે,
પણ, રૂબરૂ મળવા ના આવે;
આવ તો હવે તું જલદી આવ,
આમ ખોટો તું મને કેમ સતાવે?
ક્યાંક એવું ના બને "વિએમ"
કે, તારા પેલાં મને મોત આવે;
-Vinod